વાંકાનેરમાં જીન અને ઓઈલમિલ માટે ફાળવેલી જમીન મુસ્લિમ ટ્રસ્ટને વેચી નાખ્યાનો આરોપ...

Machhu news morbi

ભારતીય કિશાન સંઘ, લોહાણા મહાજન, સમસ્ત હિન્દૂ સમાજ સહિતની વિવિધ સંસ્થાઓએ કલેકટરને આવેદનપત્ર આપી આ જમીન કૌભાંડની તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠાવી
મોરબી : વાંકાનેરમાં જીન અને ઓઈલમિલ માટે ફાળવેલી જમીન મુસ્લિમ ટ્રસ્ટને પાણીના ભાવે વેચી નાખ્યાનો આરોપ સાથે ભારતીય કિશાન સંઘ, લોહાણા મહાજન, સમસ્ત હિન્દૂ સમાજ સહિતની વિવિધ સંસ્થાઓએ કલેકટરને આવેદનપત્ર આપી આ જમીન કૌભાંડની તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠાવી છે.
વાંકાનેરના લોહાણા મહાજન, સ્વ.. હંસગીરી જીવણગીરી ગૌસ્વામી ટ્રસ્ટ-વાંકાનેર, ભારતીય કિશાન સંઘ, સમસ્ત હિન્દૂ સમાજ વાંકાનેર, શિવસેના, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓએ આજે મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપી જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે સરકારી ખરાબાની જમીન સર્વે નંબર ૧૭૮ પૈકીની જમીન વાંકાનેર તાલુકાના કો-ઓપરેટીવને જીન પ્રોસેસીંગ તથા ઓઇલ મીલ બનાવા માટે ફાળવેલ હતી, તે જમીન કોઇ હજરત બાલાપીર મોમીન બેકમાલ ટ્રસ્ટને પાણીના ભાવે બારોબાર મોટા ગજાના મળતીયાના ઇશારે બારોબાર વેચવામાં આવેલ હોય એવુ ધ્યાનમાં આવેલ છે.
વધુમાં જમીન જે ઉદેશ્ય થી કે હેતુથી ફાળવવામાં આવેલ છે. તે હેતુ સિધ્ધ નો થતા અન્ય ઉપયોગ કે અન્ય હેતુ માટે આનો ઉપયોગ થાય તો ખેડુત હિતમાં નથી તો વહેલામાં વહેલી તકે આ સંપુર્ણ પ્રક્રિયા ઉપર રોક લગાવામાં આવે અને કાયદેસરની તપાસ કરી જવાબદારો સામે કાયદેસરના પગલા લેવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !