મોરબી જિલ્લા પંથકમાં નસીલા પદાર્થોનું નશો કરવાનું લોકો ભૂલતા નથી જેના પરિણામે વ્યસન મુક્ત કાર્યક્રમો કરનારા પ્રજા ચિંતકો માટે ફરી ચિંતાઓ જન્મી છે મોરબી જિલ્લા પંથકમાં ઠેર ઠેર દેશી અંગ્રેજી દારૂ ના પ્યાસી અને વિક્રેતાઓ ની કૃપા રહી હોય તેમ નશાની કુળ ટેવથી આધુનિક યુગમાં યુવા પેઢી ને નસો મુક્ત કરાવવામાં અધિકારીઓ પાસે આયોજન નો અભાવ કે ધનલક્ષ્મી ની કૃપા અંતર્ગત કડક પરિપત્ર નો અમલ કરાવવામાં નિષ્ફળ રહી હોય તેમ ભૂતકાળમાં માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શાસનકાળમાં કડક દારૂના દૂષણ ને અટકાવવા પરિપત્રોનો અમલ પણ કાગળ ઉપર રહ્યો હોય તેમ આજની તારીખે મોરબી જિલ્લા પંથકમાં દારૂનું દુષણ અટક્યું નથી જેથી નેતાઓની પણ પ્રજાલક્ષી કામગીરીમાં તો નિષ્ફળ રહ્યા છે સામાજિક પ્રવૃત્તિઓની અટકાવી પ્રજા હિત કાર્ય કરવામાં પણ નિષ્ફળ રહ્યા હોય તેમ છાસવારે દેશી અંગ્રેજી દારૂ પોલીસ તંત્ર દ્વારા પકડી પાડવામાં આવે છે તો દારૂબંધી માત્ર કાગળ પર રહી હોય તેમ મોટા ભાગની મતદાર પ્રજા મહેસુસ કરી રહી છે જે સ્થાનિક જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીઓ અને સ્થાનિક સંસદ સભ્ય ધારાસભ્યો ની નિષ્ક્રિયતા નિષ્ફળતા સ્વરૂપે નશીલા પદાર્થોનું વેચાણ અટક્યું નથી એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી મોરબીના ભરતનગર ગામની સીમમાં દુર્ગા ટાયરની કેબીન પાછળ વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે તો મોરબી તાલુકા પોલીસ પંથકમાં દેશી દારૂ ના હાથડાઓ ધમધમી રહ્યા છે તેનું શું? ડી સ્ટાફ ની દયા અને એલસીબી ની કૃપા સાથે વિજિલન્સ ની મહેરબાની નેતાઓની નિષ્ફળતા નો પુરાવા આપતી હોય તેમ બુટ લેગરોમાં ધનલક્ષ્મી નો વર્ષા કરી નશીલા પદાર્થોનું મોરબી જિલ્લા પંથકમાં પરમિશન હોય તેમ બુદ્ધિજીવીઓમાં ચર્ચાના ચકડોળે ચડ્યું છે જે પોલીસ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની પ્રતિષ્ઠામાં મતદાર પ્રજામાં શંકા કુશંકા રહી છે સત્તા પાસે શાણપણ શું કામ નું? એ એક જરૂરી મહત્વપૂર્ણ ચિંતક પ્રશ્નો ચર્ચામાં રહ્યો છે.