મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૩ વ્યક્તિ ઝડપાયા, એકની શોધ શરુ કરી છે.

Machhu news morbi
મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૩ વ્યક્તિ ઝડપાયા છે. જયારે એક આરોપીને ઝડપવા પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

મોરબીમાં આરોપી શૈલેષભાઇ વલ્લભભાઇ હમીરપરા નવા જેતપર ગામ પાસે દેવડીયા રોડ ઉપર હનુમાનજીના મંદીર પાસે રૂપિયા ૧૬૦ની કિંમતના ૮ લીટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

મોરબીમાં આરોપી સંજયભાઇ અવચરભાઇ ઝંઝવાડીયા વીસીપરા ચાર ગોડાઉન પાસે રોડ પર રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

વાંકાનેરમાં આરોપી કંચનબેન કાંતીભાઇ કોંઢીયાપંચાસીયા થી અદેપર ગામ તરફ જતા રોડ પર રજવાડી હોટલની પાસે રૂપિયા ૧૨૦ની કિમતના ૦૬ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.

હળવદમાં એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીને આધારે કે.ટી.મીલ ચરાડવા ગામે આરોપી સદામ ગુલામ હુસેન મિયણાના રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. જેમાં રૂપિયા ૯,૦૦ની કિમતના ૪૫ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે આરોપી સદ્દામ સ્થળ પર હાજર મળી જ આવતા પોલીસે તેને કાયદાના સકંજામાં લેવા માટેની કવાયત હાથ ધરી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !