વાંકાનેર ના રાતાવીરડા ગામની સીમમાંથી દેશી દારૂ બંનાવાની નવી ફેક્ટરી ઝડપાઈ.

Machhu news morbi
(વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામે દેશી દારૂ ની ફેક્ટરી પ્રોડક્શન માં આયા પહેલા વાંકાનેર તાલુકા પોલીસ નાં નરોડા)
2000 લીટર આથો 600 લીટર દેશી દારૂ સહિત 26,900નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે સ્થાનિક પોલીસે બાતમીને આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની મીની ફેકટરી સમાન જબરદસ્ત ભઠ્ઠી ઝડપી લઈ રૂપિયા 26,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે મોટા પાયે દેશી દારૂ બનાવવામા આવી રહ્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી રસિક છનાભાઈ અબાસણીયા રહે. રાતાવિરડા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી 600 લીટર દેશી દારૂ, 2000 લીટર દેશી દારૂ બનાવવા માટેનો ઠંડો આથો તેમજ રૂ. 10,900ના ભઠ્ઠીના સાધનો સહિત 26,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી રસિક હાજર નહિ મળી આવતા પોલીસે રસિકને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !