મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૦૫ ઇસમો ઝડપાયા

Machhu news morbi
મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૦૫ ઇસમો ઝડપાયા છે.

મોરબીમાં આરોપી બબીબેન કૈલાસભાઇ બાબરીયા ત્રાજપર અવેળા પાસે રૂપિયા ૧૨૦ની કિમતના ૦૬ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.મોરબીમાં આરોપી પ્રકાશભાઇ રામુભાઇ મંદોરીયા બેલા ગામની સીમ, ખોખરા હનુમાનથી હરીપર કેરાળા ગામ જતા રસ્તે રૂપિયા ૨૪૦ની કિમતના ૧૨ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
વાંકાનેરમાં આરોપી દેવજીભાઇ મચ્છાભાઇ જખાણીયા અમરસર ગામની ધાર પાસે રૂપિયા ૬૦ની કિમતના ૦૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.ટંકારામાં આરોપી જયશ્રીબેન મેરૂભાઇ પરમાર નેકનામ ઉગમણા પ્લોટ પાસે રૂપિયા ૧૦૦ની કિમતના ૦૫ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. અને ટંકારામાં આરોપી સુમીતાબેન પરેશભાઇ વાઘેલા અમરાપર રોડ દેવીપુજકવાસ પાસે રૂપિયા ૧૬૦ની કિમતના ૦૮ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !