અહમદાબાદ શહેરનો પાયો નાખવામાં જે ચાર અહમદોનો સિંહફાળો છે તે પૈકીના સૌ પ્રથમ અહમદ અને અહમદાબાદ શહેરના સ્થાપક હજરત સુલતાન અહમદશાહ બાદશાહના પીરો મુરશીદ હજરત શેખ અહમદ ખટ્ટુ ગંજ-બક્ષ મગરીબી (રહમતુલ્લાહ અલયહે) ના ૫૯૫ મા ઉર્ષની સરખેજ રોજા ખાતે ખૂબ જ શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉર્સ પ્રસંગે સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી પરંપરા મુજબ ગલેફ લઇ પહોંચી ગયા હતા અને અન્ય અકિદતમંદો ની સાથે મળી ગલેફ અને ફુલની ચાદર પેશ કરી હતી.
હઝરત શેખ અહમદ ખટ્ટુ (રહે.)ના ઉર્ષ નિમિત્તે મજાર પર ગલેફ પેશ કરાઈ.
મે 05, 2023
Tags