યુવતીઓએ ચેતવા જેવું - વિધર્મી યુવાને યુવતી પાસે અશ્લીલ માંગણી કરી.

Machhu news morbi
માળિયાના ગ્રામ્ય વિસ્તારની યુવતીનો વિધર્મી સખ્સે મોબાઈલ નંબર મેળવીને વિશ્વાસ કેળવીને મોરબીના કામધેનું પાર્ટી પ્લોટમાં બોલાવી તેમજ અલગ અલગ જગ્યા એ જઈને સેલ્ફી ફોટા પાડીને બ્લેક મેઈલ કરીને અશીલ્લ માંગણી કરી દબાણ કરતો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.
માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી એઝાઝ અલાઉદિન હિંગળોજા રહે-નવા દેવળિયા એ યુવતી પાસેથી આજથી આઠેક મહિના પહેલા યુવતીનો મોબાઈલ નંબર મેળવી વિશ્વાસ કેળવી યુવતીને તેની ફ્રેન્ડ કામધેનું પાર્ટી પ્લોટમાં આવેલ છે તેમ વિશ્વાસમાં લઇ અને યુવતીને કામધેનું પાર્ટી પ્લોટમાં બોલાવી તેમજ યુવતીને અલગ અલગ અલગ જગ્યા એ લઇ જઈ સેલ્ફી ફોટા પાડી લઈને બ્લેક મેઈલ કરી અવાર નવાર મળવા બોલાવી શરીરે અડપલા કરી અશીલ્લ માંગણીઓ કરી લગ્ન કરવા દબાણ કરી યુવતીએ નાં પાડતા હોવા છતાં તેને ફોન કરી યુવતીને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ યુવતી એ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !