મતગણતરી બાદ ભાજપના ઉમેદવારનો ૧૬ મતે વિજય

Machhu news morbi
                  બેંગલુરૂ 14/5/2023
કર્ણાટકની જયનગર સીટ પરથી ભાજપના ઉમેદવાર સી.કે.રામમૂર્તિએ શનિવારે તેમના હરીફ કોંગ્રેસ ઉમેદવાર સૌમ્યા રેડ્ડીને ૧૬ વોટના સામાન્ય અંતરથી પરાજય આપ્યો હતો. આ દરમિયાન મતગણતરી સ્થળે રાતભર બંને પક્ષોના સમર્થકોની ભીડ ઉમટી હતી. આ માહિતી ખુદ અધિકારીઓએ આપી હતી.
ખરેખર કોંગ્રેસના સૌમ્યા રેડ્ડી સામે ૩૦૦થી વધુ વોટથી હારી ગયેલા રામમૂર્તિએ ફરીવાર મતગણતરીની માગ કરી હતી. ફરીવાર મતોની ગણતરી ઉપરાંત ટપાલના વોટને ઉમેરવામાં આવ્યા તો રામમૂર્તિએ સૌમ્યા રેડ્ડીને પરાજય આપી દીધો. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે.શિવકુમાર અને કાર્યકારી અધ્યક્ષ રામલિંગા રેડ્ડી સહિત પાર્ટીના અનેક નેતાઓએ ફરીવાર મતગણતરીનો વિરોધ કર્યો હતો. રાજ્યના માહિતી વિભાગના એક અધિકારીએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે જયનગરમાં એસ.એસ.એમ.આર.વી કોલેજના મતગણતરી કેન્દ્રમાં અધિકારીઓએ મોડી રાતે પરિણામો જાહેર કર્યા હતા. મતગણતરી સ્થળે જયનગરમાં આર.વી.ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં તણાવની સ્થિતિ જાેવા મળી હતી. અહીં ડી.કે.શિવકુમારની સાથે સાથે રાજ્ય એકમના કાર્યકારી અધ્યક્ષ રામલિંગા રેડ્ડીએ પણ દેખાવો કર્યા હતા. તેમણે રામમૂર્તિને ફાયદો પહોંચાડવા માટે સરકારી તંત્રના દુરુપયોગનો આરોપ મૂક્યો હતો. ચૂંટણી અધિકારીઓએ ૧૬ જેટલા વોટના નજીવા માર્જિનથી રામમૂર્તિને વિજેતા જાહેર કર્યા હતા. તેની સાથે ૨૨૪ સભ્યોની કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસે ૧૩૫ બેઠકો જીતી લીધી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !