કર્મચારીઓને તેમના મુળ પગાર ઉપર મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. જે દર વર્ષે વર્ષ મા 2 વખત નવા રેટ જાહેર કરવામા આવે છે. જેમા 1 જાન્યુઆરી અને 1 જુલાઇ થી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા મા વધારો આપવામા આવે છે.
ગુજરાત સરકારે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામા 1 જુલાઇ 2022 અને 1 જાન્યુઆરી 2023 નો વધારો મળીને 8 % અપવ ૧ જાહેરાત કરી છે.
હાલ કેન્દ્ર સરકાર ના કર્મચારીઓને બેઝીક પગાર ઉપર 42 % મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. જેની સામે ગુજરાત સરકારના કર્મચારીઓને બેઝીક પગારના 34 % મોંઘવારી ભથ્થુ આપવામા % આવતુ હતુ. ત્યારે વિવિધ કર્મચારી યુનિયનો દ્વારા ગુજરાત ના કર્મચારીઓને પણ કેન્દ્રીય કર્મચારીઓની હારે 42 % DA આપવામા આવે તેવી માંગણીઓ ઘણા સમયથી કરવામા આવ હતી.
કર્મચારીઓમાં નારાજગી સાથે અસંતોષ હાલ જે કેન્દ્ર સરકાર દ્વારા DA આપવામાં આવે છે તે રાજ્યના કર્મચારીઓને મળતા 10-10 મહિના સુધી રાહ જોવી પડે છે. ત્યારે રાજ્યના કર્મચારીઓમાં ભારે નારાજગી સાથે અસંતોષ જોવા મળતો હતો. રાજ્ય સરકાર સત્વરે કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થું જાહેર કરે તેવી કર્મચારીઓ માંગણી કરી રહ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓની માંગણીને ધ્યાનમા રાખીને કેન્દ્રીય કર્મચારીઓની હારોહાર એટલે કે 42 % મોંઘવારી ભથ્થુ આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે. ત્યારે કર્મચારી સમાજમા આનંદની લાગણી પ્રસરી છે.