અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ જાહેરમાં થૂંકનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. જેના ભાગરૂપે હવે તંત્ર દ્વારા તમામ કવાયત કરી દેવાઈ છે. જે મુજબ શહેરમાં જાહેરમાં થૂંકતા લોકોને દંડ ફટકારવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTVથી વાહનચાલકો પર નજર રખાશે. જે બાદમાં RTOમાંથી વિગત મેળવી 100 રૂપિયાનો દંડ ફટકારાશે.
રાજ્યની મેટ્રો સિટી અમદાવાદમાં તાજેતરમાં જાહેરમાં થૂંકનારા વ્યક્તિઓ સામે તંત્રએ લાલ આંખ કરી હતી. આ તરફ હવે સંસ્કારી નગરી વડોદરામાં પણ આવો જ નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરામાં હવે જાહેરમાં થૂંકનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. જે મુજબ શહેરમાં જાહેરમાં થૂંકતા લોકોને દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.
વડોદરામાં જાહેરમાં થૂંકતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં હવે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTVથી વાહનચાલકો પર નજર રખાઇ રહી છે. જે મુજબ CCTVના આધારે 33 વાહનચાલકને નોટિસ ફટકારી છે. આ તરફ હવે RTOમાંથી વિગત મેળવી 100 રૂપિયાનો દંડ ફટકારાશે.