મોરબી જિલ્લા પોલીસ દ્વારા બે મહિના પહેલા જ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી ત્યારે ફરી આંતરિક બદલીનો દૌર શરુ થયો છે.ત્યારે બે PI અને બે PSIની બદલી કરવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી SPના આદેશથી મોરબીમાં લીવ રીઝર્વ પર રહેલા PI પી.ડી.સોલંકીની વાંકાનેર સીટી પોલીસમાં નિમણુંક કરવામાં આવી છે. જયારે તેમના સ્થાને વાંકાનેર સીટી પોલીસના PI કે. એમ. છાસીયાની બદલી કરી તેમને મોરબીમાં લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. તદુપરાંત મોરબીમાં કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા PSI બી.પી.સોનારાની વાંકાનેર તાલુકા પોલીસમાં બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને વાંકાનેર તાલુકા પોલીસના PSI વી.આર.સોનારાને લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે.