લાલબત્તી મોરબીમાં વિધર્મીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યું ....

Machhu news morbi

બિભિત્સ ફોટા વાયરલ કરવા ધમકી આપતા મોરબીના પોશ વિસ્તારના પરિવારે હિંમત કરી ફરિયાદ નોંધાવી .
મોરબી : મોરબીના પોશ વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી વાવડી રોડ ઉપર આવેલ દેવ ફનવર્ડમાં લઈ જઈ રમ ભાડે રાખી શિયળ લુંટનાર નરાધમ વિધર્મી શખ્સે ધરાર સંબંધો ચાલુ રાખવા સગીરાના બિભિત્સ ફોટાઓ વાયરલ કરવા ધમકી આપતા આ ચોંકાવનારા બનાવ બાબતે સગીરાના પરિવારે હિંમત કરી ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સમાજ માટે લાલબત્તીરૂપ આ ગંભીર અને ચોંકાવનારા કિસ્સાની વિગત જોઈએ તો મોરબીના પોશ વિસ્તારમાં રહેતા સંપન્ન પરિવારની સગીરવયની દીકરીને મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા હસન સંધી નામના યુવાને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ગત તા.22જૂન 2022 તેમજ 13 એપ્રિલ 2023ના રોજ દેવ ફનવર્ડ વાવડી રોડ ખાતે લઈ જઈ રૂમ ભાડે રાખી સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.

બીજી તરફ હવસખોર શખ્સ દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચાર્ય બાદ ધરાર પ્રેમસંબંધ ચાલુ રાખવા અને શારીરિક શોષણ કરવા સગીરાને ધમકીઓ આપવાની સાથે વાવડી દેવ ફનવર્ડમાં વિતાવેલી ક્ષણોના બિભિત્સ ફોટાઓ પાડી લઈ આ ફોટા વાયરસ કરવા ધમકી આપી સગીરા અને તેમના પરિવારનું જીવવું દુષ્કર બનાવી નાખતા અંતે સગીરાના પિતાએ કાલિકા પ્લોટમાં રહેતા હસન સંધી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે અને વધુ તપાસ પીઆઇ એચ.એ.જાડેજા ચલાવી રહ્યા છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !