મોરબી જીલ્લા એસ.પી સાહેબ અમારા શહેર સામે જુઓ કઈ દિશામાં જઈ રહ્યું છે.

Machhu news morbi

મોરબીમાં દિનપ્રતિદિન અસામાજીક તત્વો મજબૂત બનતા જાઈ છે મારામારી વ્યાજ હત્યા દુષ્કર્મ દારૂ ની રેલમછેલ થી શાંતિપ્રિય પ્રજા પરેશાન થઈ ગઈ છે.છેલ્લા ઘણા સમય થી દુષ્કર્મ ની ઘટના પર લગામ આપવા આપ શહેર ની સામે નજર કરો.
મોરબી માં છેલ્લા ઘણા સમય થી ગુન્હાખોરી એ માજા મૂકી છે થોડા સમય પહેલા બે શખ્સો કબૂતરી કારમાં આવેલ સફાઈ કર્મચારી વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું આ ઘટના હજુ ભુલાઈ નથી ત્યારે ફરીએકવાર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું ત્યારે શાંતિપ્રિય પ્રજા જિલ્લા પોલીસ વડા ને વિનંતી કરે છે કે અમારા શહેર તરફ નજર કરો અને જાણો કઈ દિશામાં જય રહ્યું છે.
મોરબીના ગ્રામ્ય પંથકની રહેવાસી સગીરા દુષ્કર્મનો ભોગ બની છે જે મામલે ભોગ બનનારની માતાએ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે સગીરા અભ્યાસ માટે શાળાએ જતી હતી. અને ચાર વર્ષના સમયગાળા દરમિયાન અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું તેમજ મારા માણસો લઈને ઘરે આવીશ અને જોઈ લઈશ તેવી ધમકી આપવામાં આવી હતી.
જે બનાવ મામલે આખરે સગીરાએ પરિવારને સમગ્ર આપવીતી વર્ણવી હતી અને પરિવારે સાંત્વના પાઠવી હતી તેમજ ભોગ બનનારની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તો સગીરાને ફોસલાવી ધમકી આપી દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !