મોરબીમાં,સમસ્ત મચ્છુકાંઠા રબારી,સમાજ ટ્રસ્ટ દ્વારા 18 એપ્રિલે (ધર્મસભા)અને મિટિંગનું આયોજન.

Unknown
મોરબી: મોરબીમાં આગામી તારીખ 18 એપ્રિલ ને મંગળવારના રોજ મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ મોરબી દ્વારા સમસ્ત જ્ઞાતિજનોની એક અગત્યની મીટીંગ અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છેમોરબીના રવાપર રોડ પર આવેલ સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજની જગ્યા ખાતે 18 એપ્રિલ ને મંગળવારના રોજ સાંજે 4 થી 7 કલાક સુધી આ ધર્મસભા અને મીટીંગ યોજાશે,જેમાં સમાજના ભાવી વિકાસને ધ્યાનમાં રાખી શિક્ષણ સ્કૂલ, છાત્રાલય, બોર્ડિંગ અને સમાજવાડી નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ મિટિંગ વડવાળા મંદિર દુધરેજના મહંત કણીરામ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં દુધઈ વડવાળાના મહંત રામબાલકદાસ બાપુ તેમજ મેસરિયાના મહંત બંસીદાસબાપુ,તથા અદેપર મઢના ભુવા આતા સવા તેમજ ખાન કોટડા મઢના ભુવા આતા લખમણ આતા તથા અન્ય ભુવાઓ તથા સમાજના વડીલો, યુવાનો ઉપસ્થિતિ રહેશે. મિટિંગ પૂર્ણ થયે તમામ જ્ઞાતિજનો સાથે ભોજન લેશે.
મચ્છુ ન્યુઝ મોરબીમાં જાહેરાત આપવા માટે સંપર્ક કરો ન્યુઝ તંત્રી કાળુભાઈ કે પાંચિયા મો.9913623970.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !