ટંકારા ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો.

Machhu news morbi
૨૨ માંથી ૧૮ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરાયો.
ગુજરાત રાજ્યમાં સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વાગત સપ્તાહની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે

        આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ ટંકારાના નોડલ અધિકારી સુશ્રી આઈ.પી. મેર તથા મોરબીના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત કચેરી, ટંકારા ખાતે યોજાયો હતો.
આ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ટંકારાની વિવિધ કચેરીઓ જેવી કે પી.જી.વી.સી.એલ.કચેરી, તાલુકા પંચાયત કચેરી, જળ સિંચન કચેરી, એસ.ટી. ડેપો, આર. એન. બી. સ્ટેટ મોરબી અને મહેસુલ કચેરીને લગતા વિવિધ સહાય દાખલાઓ તથા અન્ય હેતુવિષયક પ્રશ્નો રજૂ થયેલા હતા. જેમાં સ્વાગત કાર્યક્રમમાં ૨૨ પ્રશ્નો રજૂ થયેલ હતા. જેમાંથી ૧૮ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતો. બાકીના ૪ પ્રશ્નો અંગે સ્થળ સ્થિતિની તપાસ કરી રેકર્ડથી ખરાઈ કરવાની જરૂરિયાત હોય સંબંધિત ખાતાને ૧૫ દિવસમાં નિરાકરણ લાવવા જણાવાયું હતું.

આ કાર્યક્રમમાં ટંકારા મામલતદારશ્રી કે. જી. સખીયા તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા તાલુકા કચેરીઓના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તેજસ રૂપાણી
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !