જેલમાં બંધ ઈસમના ભાઈને પોલીસે ઝડપી લીધો
મોરબીના વૃદ્ધ વેપારીને જેલમાં બંધ ઇસમેં ફોન પર ધમકી આપી ૨ લાખની ખંડણી માંગી હતી જેલમાં બંધ રહેલા ઇસમેં તેના ભાઈના મોબાઈલમાં ફોન કરી વૃદ્ધ સાથે મોબાઈલથી વાતચીત કરી ૨ લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે બનાવ મામલે પોલીસે બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
મોરબીના વિશીપરામાં રહેતા હરગોવિંદભાઈ દયારામભાઈ ચૌહાણ નામના વૃદ્ધ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૫ એપ્રિલના રોજ સાંજના સુમારે આરોપી અલ્લારખા તાજમહમદ જેડા નામનો ઇસમ તેના લાકડાના ડેલે આવ્યો હોય અને જેલમાં બંધ ડાડા તાજમહમદ જેડા નામનો ઇસમ જે જેલમાં બંધ હોય તેની સાથે મોબાઈલમાં વાત કરાવી રૂ ૨ લાખની ખંડણી માંગી હતી અને રૂપિયા નહી આપે તો પેરોલ પર છૂટી જાનથી મારી નાખીશ તેમજ તે જેલમાં બંધ છે તેના ભાઈઓ બહાર છે તને પતાવી દેશે કહીને ધાકધમકીઓ આપી હતી.