આજ રૉજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો આજે ૧૦૦ મો એપિસોડ પ્રસારિત થવાનો હોય ત્યારે મોરબી શહેર અને જીલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમ લાઈવ નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો.મન કી બાતના ૧૦૦ માં એપિસોડ કાર્યક્રમ નિમિતે આજે મોરબી સીટી એ દીવ્ઝીન પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન દ્વારા એ ડીવીઝન પોલીસ લાઈન ખાતે કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મોરબી સીટી બી ડીવીઝન અને તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સાર્થક સ્કૂલ મોરબી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ઉપરાંત હળવદ પોલીસ સ્ટેશન દ્વારા જુના પોલીસ સ્ટેશન ખાતે, વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર પોલીસ લાઈન ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા આર્ય સમાજ ટંકારા ખાતે, માળિયા પોલીસ સ્ટેશન દ્વારા શીતળા માતાજી મંદિર પાસે કાર્યક્રમ યોજાયો હતો.
જે કાર્યક્રમ નિહાળવા પોલીસ અધિકારી, કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારો ઉપરાંત હોમગાર્ડ, જીઆરદી જવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સ્થાનિક આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો અને નગરજનો કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા