પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તીથવા દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની રેલી તેમજ પોરા અને ગપ્પી ફિસ નિદર્શન કરાવી ઉજવણી કરવામાં આવી હતી
આજે વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી. વી. બાવરવાની સૂચના અને પ્રા.આ.કે. તીથવાના મેડિકલ ઓફિસર ડો. દિશીતાબેન ડઢાણીયા, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયા અને ઉવેસ સીપાઈના માર્ગદર્શન દ્વારા તીથવા હાઈસ્કૂલના બાળકોને મેલેરિયા નિર્મૂલન માટે શુ શુ કરવું અને શુ શુ ના કરવું એ બાબતે પોરા અને ગપ્પી માછલી નિદર્શન કરાવીને માહિતી આપવામાં આવી હતી તેમજ મેલેરિયા અટકાયત માટે રેલીનું આયોજન કરી પ્રચાર પ્રસાર કરી લોકોને વિસ્તૃત માહિતી આપવામા આવી
કાર્યક્રમને સફળ બનાવવા શ્રી તીથવા હાઇસ્કુલના પ્રિન્સિપાલ ડો ડી એન પરબતાણી અને ભરતભાઈ ગોપાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
જૉ તમારે અમારાં ન્યૂઝ માં કૉય પણ પ્રકાર ની ધંધા વ્યવસાય કે જન્મદિવસ પોસ્ટ, શ્રદ્ધાંજલિ પોસ્ટ ન્યૂઝમાં આપવાની હોય તો આ નંબર પર 9913623970 whatsapp મોકલી આપો.