મોરબીમાં કોર્ટ સાથે છેતરપીંડી મામલે ત્રણ વિરુદ્ધ પોલીસફરિયાદ મોરબીનીડીસ્ટ્રીકટ કોર્ટમાં હિતાચી મશીન છોડાવવા માટે એક ઇસમેં દારપણાનો દાખલો ખોટો ઉભોકરીને બનાવટી દાખલાનો ઉપયોગ કરી કોર્ટમાં જામીનગીરી તરીકે રજુ કરી કોર્ટ સાથેછેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે મોરબી બીડીવીઝનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વાલ્ભા કરશનભાઈ ચાવડાએ આરોપી દિનેશ ભાણજીવાઢેર રહે અમદાવાદ, રાજુ બુટાભાઈ ફાંગલીયા રહે મોરથળા તા. થાન અને દેવેન્દ્ર ભાઈનાથાભાઈ પંડ્યા રહે અમદાવાદ તેમજ તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદનોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી રાજુભાઈ ફાંગલીયાનું હિતાચી મશીન વાંકાનેરસીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનાના કામે કબજે કરેલ હોય જે છોડાવવા માટે નામદારહાઈકોર્ટના હુકમ મુજબ શોલવંશી જામીન મોરબી કોર્ટમાં રજુ કરવાનો હુકમ હોય જેથી આરોપીદિનેશ વાઢેર, રાજુભાઈ ફાંગલીયા અને દેવેન્દ્ર પંડ્યા એ ત્રણેય કાવતરું રચીને આરોપીદિનેશના નામનો દારપણાનો દાખલો કોઈપણ રીતે ખોટો ઉભો કરીને બનાવટી હોવાનું જાણવાછતાં ખરા તરીકે કીમતી જામીનગીરી તરીકે નામદાર મોરબી કોર્ટમાં રજુ કરી ગુનોકર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ત્રણેય આરોપીઓવિરુદ્ધ આઈપીસી કલમ ૧૨૦ (બી), ૨૦૦, ૪૨૦, ૪૬૫,૪૬૬,૪૬૭,૪૬૭ અને ૪૩૧ મુજબ ગુનો નોંધીવધુ તપાસ ચલાવી છે.
મોરબીમાં કબજે કરાયેલ હિટાજી મશીન છોડાવવા બનાવટી દાખલાનો જામીનગીરી તરીકે ઉપયોગ કર્યો.
એપ્રિલ 20, 2023
Tags