હત્યામાં વપરાયેલી કુહાડી રીકવર કરવામાં આવી
ટંકારા તાલુકાના વાઘગઢ ગામની સીમમાં સોમવારે શ્રમિકનો મૃતદેહ અર્ધ દાટેલી હાલતમાં મળી આવ્યો હોય અને હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ ચલાવી હતી જેમાં શ્રમીકની હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા ગુનો નોંધી આરોપી પુત્રને ઝડપી લીધો હતો જેના એક દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યો છે.ટંકારાના વાઘગઢ ગામના રહેવાસી રાજેશભાઈ નથુભાઈ રાણીપાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૭ ના રોજ વાડી પાસેથી અર્ધ દાટેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને મૃતક હીરાભાઈ વેસ્તાભાઇ ડાવર હોવાનુ ખુલતા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં મૃતકને તેના પુત્ર સાથે ઝઘડો થયો હોય જેથી શંકાની સોય પુત્ર તરફ હોવાથી પોલીસે વિવિધ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ ચલાવતા પુત્રએ હત્યા કર્યાની કબુલાત આપી હતી જેથી પોલીસે આરોપી પપ્પુ હીરાભાઈ ડાવરને ઝડપી લઈને કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ દરમિયાન પોલીસે હત્યામાં વપરાયેલ કુહાડી કબજે લીધી છે અને આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.