તા...૧૩-૦૪-૨૦૨૪.
ટંકારા તાલુકાના નસીતપર ગામે જાહેરમાં જુગાર રમતા ૭ ઝડપાયા.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નસીતપર ગામની સીમમાં થોરાળાના સીમાડા તરીકે ઓળખાતી સીમમાં કાચા માર્ગે ઝાડ નીચે બેસી કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જાહેરમાં જુગાર રમતા પ્રભુભાઈ કુંવરજીભાઈ બોરસાણીયા, લખમણભાઈ મગનભાઈ બરાસરા, નાનાલાલ ભાણજીભાઈ બરાસરા, ભરતભાઈ છગનભાઈ કડીવાર રહે ચારેય નસીતપર તા. ટંકારા તેમજ શૈલેશભાઈ સવજીભાઈ ઘોડાસરા રહે ખાનપર તા. મોરબી, મુકેશભાઈ ધીરૂભાઈ પીપળીયા અને ઈબ્રાહીમભાઈ ગુલાભાઈ ચૌહાણ રહે બંને નેસડા ખાનપર તા. ટંકારા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૮૩,૫૦૦ જપ્ત કરી ટંકારા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ કે જે ચૌહાણ, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, સુરેશભાઈ હુંબલ, શક્તિસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા સહિતની ટીમ જોડાયેલ હતી.
રીપોર્ટ....આશિફ ખોરમ (મોરબી)