મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 143 બોટલો સાથે મહિલા ઝડપાઇ.

Machhu news morbi
 મોરબી નાં વાવડી રોડ સતનામ ગૌશાળા સામે શક્તિધામ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૪૩ બોટલો સાથે એક મહિલાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ સતનામ ગૌશાળા સામે શક્તિધામ સોસાયટીમાં રહેતી આરોપી રેખાબેન લલીતભાઈ વઘોરા (ઉ.વ.૩૫) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૪૩ કિં રૂ.૯૦,૩૯૫ તથા કેફી પ્રવાહી ભરેલા બાચકા દેશ દારૂ લિટર ૧૦૦ કિં રૂ.૨૦૦૦ મળી કુલ કિં રૂ.૯૨,૩૯૫ ના મુદ્દામાલ સાથે આરોપી રેખાબેન ને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !