પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયા વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળા સામે અગમચેતીના ભાગરૂપે ગપ્પી માછલી મુકવામાં આવી.

Machhu news morbi
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયા વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળા સામે અગમચેતીના ભાગરૂપે ગપ્પી માછલી મુકવામાં આવી.
 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયા વિસ્તારમાં આવનાર ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ન વકરે તે માટે આ વિસ્તારના કુલ ૧૮ગામોમાં તેમજ આજુબાજુ પાણી ભરેલા ખૂલ્લા જળાશયોમાં પોરાભક્ષક માછલીઓ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવેલી.
     જીલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડી.વી.બાવરવા સાહેબની સૂચના મુજબ ડૉ.જાવેદ મશાકપુત્રા તેમજ સુપરવાઈઝર શ્રી એચ.એમ.મકવાણા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ મેસરીયા વિસ્તારના MPHW ની ટીમ બનાવી  PHC હેઠળ આવતા તમામ ગામોમા કાયમી ભરાય રહેતા ખૂલ્લા પાણીના જળાશયો જેવા કે, નાના તળાવ, ચેકડેમ, અવાવરું કુંવા, કાયમી ભરાય રહેતા ખાડાઓ, વોકળા,ભોં ટાંકાઓ, સિમેન્ટના ટાંકાઓમાં વગેરે શોઘી તેમાં પોરભક્ષક માછલીઓ મૂકવામાંની કામગીરી ઝુંબેશના રૂપે ચાલુ કરવામાં આવી છે. આ માછલીઓ દિવસ દરમિયાન ૧૫૦ જેટલા પોરા(મચ્છરનાં બચ્ચા)ને ખાઈ જાય છે. અને મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવે છે. જે માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન ચાલશે. સાથે સાથે મચ્છરજન્ય રોગ અટકાયતી પગલાઓ પણ લેવામાં આવ્યા અને લોકો જાગૃત થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા. 
 લોકો પોતાના ઘરે જાતે આરોગ્ય કર્મચારી કે ગપ્પી માછલી ઉછેર કેદ્ર પરથી આ માછલીઓ મેળવે અને પોતાના ટાંકાઓ-કાયમી સ્ત્રોતોમાં માછલીઓ મુકીને કુટુંબ અને ગામને મેલેરિયા, ડેન્ગ્યુ,ચીકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોથી બચવા અને રોગ અટકાયતી પગલાના ભાગરૂપે મદદગાર થાય એવી અપીલ કરવામાં આવે છે. લોક સહકાર થકી  “મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન”ને સાકાર કરી શકાય.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !