સાવધાન મોરબી માં આજે કોરોનાના નવા ૨૩ કેસ, એક્ટીવ કેસનો આંક ૬૧ પહોંચ્યો...

Machhu news morbi
મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે કોરોના હાઈ જંપ મારી રહ્યો છે જેમાં આજે એક દિવસમાં નવા ૨૩ કેસ નોંધાતા એક્ટીવ કૉરૉના કેસનો આંક ૬૧ પર પહોંચી ગયો છે.
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૧ કેસ જેમાં ૧૩ ગ્રામ્ય અને ૦૮ શહેરી વિસ્તારમાં જયારે વાંકાનેરનો ૦૧ અને માળિયા તાલુકાનો ૦૧-૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૨૩ કેસ નોંધાયા છે સતત ત્રણ દિવસથી કોરોના કેસોમાં વધારો થતા એક્ટીવ કેસનો આંક ૬૧ પર પહોંચી ગયો છે માત્ર ત્રણ દિવસના સમયગાળામાં ૫૮ નવા કેસો નોંધાઈ ચુક્યા છે જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !