વડૉદરા : પરિણીત મિત્ર સાથે ગુમ થયેલી યુવતીની મળી લાશ, જાણો સમગ્ર મામલો સુહ....

Machhu news morbi
વડોદરાના આમલીયારા ગામની ગુમ થયેલી યુવતીની લાશ છાણી કેનાલમાંથી મળી આવતાં ચકચાર મચી ગઇ છે. જો કે સમગ્ર કિસ્સામાં ચોંકાવનારી વાત એ છે કે બે-બે પોલીસ સ્ટેશનમાંથી યુવતીના કર્મચારીઓને ધરમ ધક્કા ખવડાવાયા હતા. જો પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો કદાચ આજે તેમની પુત્રી જીવિત હોત તેવો આરોપ યુવતીના પરિવારે લગાવ્યો છે.
નોકરી પરથી પરત ના ફરી
વડોદરાના જરોદ પાસે આવેલી આમલીયારા ગામની ગુમશુદા યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. નોકરી પર ગયેલી આમલીયારા ગામની યુવતી પ્રેરણા શર્માનો મૃતદેહ છાણી કેનાલમાંથી મળી આવ્યો છે. પરિવારે કહ્યું કે પ્રેરણા સયાજીપુરા ગામ પાસે આવેલી કંપનીમાં છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરતી હતી. જો કે યુવતી નોકરી પરથી પરત ન ફરતાં પરિવારે બાપોદ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી કરી હતી.
પોલીસની બેદરકારીના કારણે પ્રેરણાની હત્યાનો આરોપ
મૃતક યુવતીના પિતા ખડકપાલ શર્મા અને બહેન પ્રીયા શર્માનો આક્ષેપ છે કે જરોદ પોલીસની બેદરકારીના કારણે પ્રેરણાની હત્યા થઈ છે. જરોદ પોલીસે 4 દિવસ સુધી પરિવારને ધક્કા ખવડાવ્યા હતા અને બાદમાં બાપોદ પોલીસ સ્ટેશનમાં મોકલ્યા હતા. બાપોદ પોલીસે પણ પરિવારને ધક્કા ખવડાવ્યા હતા. પરિવારે અભય પલાસ વિરૂદ્ધ પુરાવા આપ્યા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !