મોરબી તાલુકાના કાંતિપુર ગામમાંથી દિલીપ બિલ્ડકોન લિમિટેડ કંપની દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી.
મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખાણ ખનીજ ના ખોદ ગામની ચોરી અને રોકવા માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી તાલુકાના કાંતિપુર ગામમાં રેડ કરવામાં આવી હતી ત્યારે કાંતિપુર ગામ નજીકથી ખોદકામ કરી માટી મોરમની ચોરી કરવામાં આવતી હોવાની માહિતી અનુસાર રેડ કરવામાં આવી હતી ત્યારે કાંતિપુર ગામ પાસેથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરી માટી અને મોરમ કાઢી નેશનલ હાઇવે ના કામમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય જ્યારે રવિવારે રજા ના દિવસે ખાણ ખનીજ ની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી.ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ ગત તારીખ 19 માર્ચ ના રોજ રવિવારના ખાણ ખનીજ ની ટીમને ખાનગી રહે બાદમી મળી હોય કે મોરબી તાલુકાના કાંતિપુર ગામમાંથી ગેરકાયદા રીતે માટી મોરમ ખનીજના ખોદકામ ચાલુ હોય અને આ માટી મોરમ નો ઉપયોગ દિલીપ બિલ્ડકોન લિમિટેડ કંપની દ્વારા નેશનલ હાઇવે ના કામમાં ઉપયોગમાં લેવામાં આવતો હોય ત્યારે ખાણ ખનીજ ની ટીમ દ્વારા કાંતિપુર ગામ નજીક રેડ કરવામાં આવી હતી ત્યારે રેડમાં આશરે 10 જેટલા ડમ્પરો અને એક હિટાચી મશીન ગેરકાયદેસર રીતે ખાણ ખનીજ ની ચોરી કરતું મળી આવ્યું હતું ત્યારે તેને કબજે લેવામાં આવ્યા છે ત્યારે 10 જેટલા ડમ્પર અને એક હિટાચી મશીન સહિત આશરે બે કરોડ જેટલા મુદ્દા માલ ને ખાણ ખનીજની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો છે.આમ તો મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ખાણ ખનીજની ચોરી ચાલતી હોય ત્યારે મોરબી જિલ્લામાં કાયમી કડક ઈમાનદાર અને દબંગ અધિકારી ભૂસ્તરશાસ્ત્રી શ્રી જે.એસ વાઢેર સાહેબની નિમણૂક થતા ખનીજ ચોરોમાં ભાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભૂસ્તરશાસ્ત્રી જે એમ વાઢેર સાહેબની સૂચના અન્વયે કાંતિપુર ગામે રેડ કરવામાં આવી હતી. જે રેડમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરતા એક હિટાચી મશીનરી 10 જેટલા ડમ્પરોને કબજે કરવામાં આવ્યા છે.