મોરબી જીલ્લામાં લાંબા સમયથી કોરોનાના કેસમાં રાહત જોવા મળ્યા બાદ આજેં ફરી એક કેસ નોંધાયો હોવાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી મળી છે
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં કોરોનાના કેસમાં રાહત જોવા મળ્યા બાદ આજે આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે જેમાં ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ નોંધાયો છે.જેથી કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા ૩ પર પહોહ્ચી છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને પગલે મોરબી જીલ્લામાં પણ કોરોનાના કેસ નોધાઇ રહ્યા છે.આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર બાવરવા સાથે વાત ચિત દરમિયાન જાણવા મળ્યું છે કે છેલ્લા અઠવાડિયામાં કોરોનાની મોરબી જીલ્લામાં એન્ટ્રી થઇ છે.
જો કે છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસની એન્ટ્રી થયા છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ત્રીજો કેસ આવ્યા બાદ સત્તાવાર માહિતી આપવા આવી છે.આરોગ્ય વિભાગ એલર્ટ રહે અને કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે કામગીરી કરે તેવી મોરબીવાસીઓ આશા રાખી રહ્યા છે