મોરબી અને વાંકાનેરમાં દેશી દારૂ વેચતા બે વેકતી ઝડપાયા.

Machhu news morbi
મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી અને વાંકાનેરમાં દેશી દારૂ વેચતા બે ઈસમો ઝડપાયા છે.

જેમાં પ્રથમ કિસ્સામાં મોરબીમાં આરોપી જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા ત્રાજપર ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાં પોતાના કબ્જામાં રૂપિયા ૮૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. જ્યારે બીજા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી અરવીંદભાઇ વાઘાભાઇ ઝરવરીયા સેન્સો ચોકડી,વીહોત હોટલ પાછળ પોતાના કબ્જામાં રૂપિયા ૨૦૦ની કિમતના ૧૦ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !