મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાને આપઘાત કર્યો, કારણ હજું અકબંધ છે.

Machhu news morbi
મોરબીમાં જાણે અપમૃત્યુ અને આપઘાતનું પ્રમાણ વધ્યું હોય તેમ દિન-પ્રતિદિન આપઘાતના કિસ્સા સામે આવી રહ્યા છે. જ્યાં વધુ એક આશાસ્પદ યુવકે મળસ્કે સિરામિક ફેક્ટરી સામે ટ્રેન હેઠળ ઝંપલાવી અગમ્ય કારણોસર આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રફાળેશ્વર નજીક ગત રાત્રીના મિલેનીયમ સિરામિક સામે ટ્રેન સામે હેઠળ ઝંપલાવી આશરે ૨૫ વર્ષના યુવાને આપઘાત કર્યોં હતો. આ ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમના જિજ્ઞાસાબેન કણસાગરા સહિતની ટીમ દોડી ગઈ હતી અને મુતદેહને પી.એમ. માટે હોસ્પિટલે ખસેડાયો હતો.
નોંધનીય છે કે આ ઘટના ગત રાત્રી બની હોવાથી હાલ યુવકની ઓળખ માટે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલવામાં આવી રહ્યો છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે યુવક અંગેની કોઈ માહિતી તેમની પાસે હોય તો મોરબી તાલુકા પોલીસ નંબર: ૦૨૮૨૨૨૪૨૫૯૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !