તારીખ. 3/ 2/ 2023 શુક્રવાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા ગામ મુકામે શ્રી ગ્વાલીનાથ મહાદેવ ઝાઝાવડા દેવ સંસ્થાન દ્વારા 3001 દીકરીઓના સમૂહ લગ્નમાં શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુના આમંત્રણ ને માન આપી વાંકાનેર સ્ટેટ નામદાર મહારાણા રાજ સાહેબ
આ પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહમાં પૂજ્ય શાસ્ત્રી શ્રી રમેશભાઈ ઓઝાના મધુર કંઠે ભાગવત સપ્તાહમાં સાંભળવાનો પણ લાભ લીધો હતો,
વાંકાનેર પંથક માંથી આ પ્રસંગમાં બહોળી સંખ્યામાં ભરવાડ સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં થરા મુકામે ગ્વાલીનાથ મહાદેવ ઝાઝાવડા દેવ સંસ્થાન ખાતે સમસ્ત ભરવાડ સમાજ તથા સાધુ સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.