વાંકાનેરમાં પાંચ લાખ સામે (૧૬.૨૦ લાખ) વ્યાજખોરને દીધા તો પણ મુદલ ઊભી અને ધમકી.

Machhu news morbi

વાંકાનેરમાં આવેલ બાગે સંજર સોસાયટીમાં રહેતા યુવાને વ્યાજખોર સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે જેમાં તે જણાવ્યું છે કે તેઓના પિતાએ પાંચ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા જેની સામે ૧૬.૨૦ લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ મુદ્દલ રકમ ઊભી રાખીને વ્યાજખોરે પૈસાની પઠાણી ઉઘરાણી કરીને “તમો વાંકાનેરમાં કેમ રહો છો અને કેમ વેપાર કરો છો” તેવી ધમકી આપી હતી જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે વ્યાજખોરની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે Eligibility આવેલ બાગે સંજર સોસાયટીના મકાન નંબર ૩૧ માં રહેતા અસફાકભાઈ ઉર્ફે બાબુ આરીફભાઈ દોસાણી જાતે મેમણ (૨૨) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ ઓઝા રહે એસબીઆઇ બેન્ક સામે ઓઝા શેરી વાળાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના પિતા આરીફભાઈ અલીમામદભાઈ દોસાણીએ આરોપી પાસેથી વર્ષ ૨૦૨૦ ની સાલમાં કોરોના દરમિયાન ધંધા માટે પાંચ લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજ લેખે લીધા હતા અને દરરોજનું ૩૦૦૦ રૂપિયા લેખે વ્યાજ ચૂકવતા હતા એમ દોઢ વર્ષ સુધી આશરે (૧૬.૨૦ લાખ) રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ મુદ્દલ રકમ ઊભી રાખીને તેની પાસેથી આરોપી દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેના પિતા પાસેથી કોરા ચાર ચેક તથા નોટરી લખાણ કરાવી લીધેલ છે અને હાલમાં તમોને જોઈ લઈશ તમે વાંકાનેરમાં કેમ રહો છો અને કેમ વેપાર કરો છો તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !