મોરબીમાં મકાન ફ્લેટમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર બાળકિશોર ઝડપાયો.

Machhu news morbi

મોરબી: મોરબી ના રવાપરગામ પ્રાથમીક શાળા સામે ભુમીપેલેસ ફલેટમાંથી થયેલ ચોરીના મુદામાલ સાથે બાળકિશોરને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

તા.૧૬/૨/૨૦૨૩ ના રોજ ફરીયાદી કૈલાશભાઇ પ્રાગજીભાઇ જીવાણી રહે.મોરબી રવાપર પ્રાથમીક શાળા સામે ભુમીપેલેસ સાતમા માળે બ્લોકનં.૭૦૩ વાળાએ ફરીયાદમાં જણાવેલ કે તા.૧૬/૨/૨૦૨૩ ના રોજ સવારના તેઓ પરીવાર સાથે લગ્ન પ્રસંગમા ગયેલ હોય બપોરે બે વાગ્યાના સુમારે ઘરે આવતા અંદરથી લોક મારેલ હોય જેથી દરવાજો નહી ખુલતા પાછળથી જઇ જોતા તેમના રહેણાંક મકાનમા કબાટમાથી સોનાની માળા તેમજ સોનાની બંગડી રૂ.૧,૬૦,૦૦૦/- તથા રોકડ રૂ.૧૦,૦૦૦/- ની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સી.સી.ટી.વી આધારે તેમજ હયુમન સોર્સીસ મદદથી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ના સ્ટાફને મોરબી એસ.પી. રોડ ઉપર ચોરી કરેલ ઇસમ હોવાની ચોકક્સ હકિકત મળતા મજકુર બાળકિશોર હકિકત વાળી જગ્યાએથી મળી આવતા તેની પાસેથી ચોરીમા ગયેલ સોનાની માળા તથા સોનાની બંગડી તથા રોકડ રૂ.૧૦,૦૦૦/- મળી આવેલ કુલ રૂ.૧,૭૦,૦૦૦/- નો મુદામાલ રીકવર કરી કાયદેસર ની કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૨૦૬/ ૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૮૦,૪૫૪ મુજબનો ગુન્હો ડીટેકટર અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.
           મચ્છુ ન્યૂઝ મોરબી અખબાર પત્રકાર ન્યૂઝ તંત્રી કાળુભાઈ કે પાચીયા મૉરબી ગુજરાત માં જીલ્લા 23 માં અને તાલુકા 252 માં અમારે "મચ્છુ ન્યૂઝ મોરબી" અમારે સમગ્ર ગુજરાતમાં જીલ્લા બ્યુરોચીફ, તાલુકા બ્યુરોચીફ, હેડ ક્રાઈમ રિપોર્ટર, ક્રાઈમ રિપોર્ટર ફોટોગ્રાફર અને રિપોર્ટરની નિમણૂક કરવાની છે.તૉ અભ્યાસ 9 ,10, પાસ વેકતી તાત્કાલિક સંપર્ક કરો        { MO 9913623970, MO 9913623971 }
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !