વાંકાનેર ના ગામ સરતાનપર ગામની સીમ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.
જાન્યુઆરી 02, 2023
વાંકાનેર નાં ગામ સરતાનપર ગામની સીમ પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમની વાંકાનેર તાલુકા પોલીસે અટકાયત કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.વાંકાનેરના સરતાનપર ગામની સીમ,મોટો સીરામીક પાસે,રોડ પર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી રામજી વાલજીભાઇ ગેલડીયા મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની તલાશી લેતા આરોપી રામજી પાસેથી વિદેશી દારૂની રૂપિયા ૧,૧૨૫ની ૩ શીલ પેક બોટલોનો મુદામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી તેને ઝડપીને કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Tags