વાંકાનેર ના ગામ અગાભી પીપળીયા ગામ નજીક વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. રિપોર્ટર સેજલ અને ભરવાડ વાંકાનેર

Machhu news morbi
વાંકાનેર નાં ગામ અગાભી પીપળીયા ગામ નજીક વિદેશી દારૂની 3 બોટલ સાથે એક ઈસમની વાંકાનેર તાલુકા પોલીસે અટકાયત કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.વાંકાનેરના અગાભી પીપળીયા ગામની ખોખીમોખી તરીકે ઓળખાતી સીમમાં, સાજડીયા ફાટકથી અગાભી પીપળીયા જવાનાં કાચા રસ્તા ઉપર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી હરેશ ઉર્ફે હરી પ્રવિણભાઇ ઉકેડીયા મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની તલાશી લેતા આરોપી હરેશ પાસેથી વિદેશી દારૂની રૂપિયા ૧,૧૨૫ની ૩ શીલ પેક બોટલોનો મુદામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી તેને ઝડપીને કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !