વાંકાનેર : વાંકાનેર તાલુકાના મોરબી હાઇવે ઉપર ઢુંવા નજીક ટ્રક નંબર જીજે-૩૬-ટી-૫૦૫૭ના ચાલકે આગળ જઈ રહેલા બાઇકને ઠોકર મારતા મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર ખાતે રહેતા અનુજ જમનાલાલ ભાટ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના સગા લાડુલાલ દેવીલાલ ગાડરીની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯,૩૦૪-અ તથા એમ.વી.એકટ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકાના ના ઢુંવા નજીક ટ્રકે પાછળથી ઠોકર મારતા બાઈક ચાલકનું કમકમાટીભર્યા મૃત્યુ .
જાન્યુઆરી 24, 2023
Tags