તેઓ 2017 માં પ્રથમ વખત ઘાટલોડિયા (અમદાવાદનો વિસ્તાર) વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને પ્રથમ વખત જ 1 લાખથી વધુ મતોથી જીત્યા હતા અને તે સમયે તેમણે કોંગ્રેસના શશીકાંત પટેલને હરાવ્યા હતા.
2017 માં ગુજરાતમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સૌથી વધુ મતોથી જીતનાર પેહલા નેતા હતા.
તેઓ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) (2014) ના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે, તેમણે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમા કર્યું છે.