મોરબી: માં પિસ્તોલ અને કારતુસ સાથે એકને ઝડપી લેતી ટીમ એસઓજી મૉરબી
Machhu news morbi
જાન્યુઆરી 08, 2023
મોરબી : મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાથી એસઓજી ટીમે બાતમીને આધારે એક ઇસમને પિસ્તોલ અને કારતુસ સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં ગર્લ્સ હાઈસ્કૂલ પાસે દરોડો પાડી એસઓજી ટીમે આરોપી અહેમદભાઈ જુસબભાઈ કટિયા, રહે.અયોધ્યાપુરી રોડ, મચ્છુ માતાજીની જગ્યા સામે વાળાને દેશી બનાવટની પિસ્તોલ નંગ 1 તેમજ એક કારતુસ કિંમત રૂપિયા 10,100 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.