બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના શાસ્ત્રીનગરમાં આવેલ રોયલ કેર હોસ્પીટલના તબીબ ડો.ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા વાંકાનેર મીલ પ્લોટમાં આવેલ સાઈ હોસ્પીટલના ડો.જીજ્ઞેશ ધીરજભાઈ દેલવાડીયાને તેમજ રાજકોટના એક ડોકટરને બીએસએનએલ રાજકોટના જનરલ મેનેજર યોગેશકુમાર ગઢશીરામ ભાસ્કર તરીકેની ખોટી ઓળખ આપી આરોપી રમેશ રામસુભાગ પ્રજાપતી, (રહે.રામ લક્ષમણ, ગામ તા.રૂદ્રપુર, જી.દેવરીયા, ઉત્તરપ્રદેશ),સુનીલ દેવીદયાલ નામદેવ (રહે.વોર્ડ નં-૮૫ લાલારામ ચોકડી સામે, કલ્યાસોત પૂલ પાસે, સમરધા ગામ, હોશંગાબાદ રોડ, પોસ્ટ હુઝુર, ભોપાલ, મધ્યપ્રદેશ) અને સલમાન નબીમહમદ કુરેશી (રહે.ઇસ્લામ પૂરા પંચાયતી મસ્જીદ પાસે, જી.ભોપાલ, મધ્યપ્રદેશ)એ ટેલિફોનિક સંપર્ક કરી બીએસએનએલના કર્મચારીઓની સારવાર માટે બહાર પાડવામાં આવેલ 6,20,92,800 રૂપિયાનું ટેન્ડર અપાવવાની લાલચ આપી કમિશન પેટે અનુક્રમે રૂપિયા 7 લાખ અને 15 લાખ આપવા માંગ કરી હતી…ત્યારે વાંકાનેરના બન્ને ડોક્ટરોને આ ત્રિપુટીની ટેલિફોનિક વાતચીત ઉપરથી છેતરપિંડી આચરવાનો કારસો હોવાનું જણાઈ અવતતા રાજકોટ બીએસએનએલ કચેરીના જનરલ મેનેજર યોગેશકુમાર ગઢશીરામ ભાસ્કરનો સંપર્ક કરતાં તેઓએ આવા કોઈ ટેન્ડર બહાર પાડવામાં ન આવ્યા હોવાનું જણાવી તબીબોને આ ઠગ ટોળકીની સાથે તે જેમ કહે તેમ ડીલ કરવા અને ત્યાર બાદ ફાઇનલ પેમેન્ટ આપવા રૂબરૂ મળવા બોલાવવા કહી સમગ્ર બનાવ મામલે મોરબી એસઓજીને જાણ કરતા ગઈકાલે એસઓજી મોરબીની ટીમે વાંકાનેર ખાતે ડો.ધર્મેન્દ્રસિંહ ઝાલાની હોસ્પિટલમાં દર્દીનો સ્વાંગ રચી જાળ બિછાવતા ટેન્ડરની બોગસ નકલ, સ્ટેમ્પ સહિતની સામગ્રી સાથે 22 લાખ કમિશન લેવા આવેલી ત્રણેયને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા અને બીએસએનએલ કચેરી રાજકોટના જનરલ મેનેજર યોગેશકુમાર ગઢશીરામ ભાસ્કરને ફરિયાદી બનાવી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવામાં આવ્યો છે.મોરબી એસઓજી ટીમે આરોપીઓએ ગુનામાં વાપરેલ જાલી ઉભા કરેલા કાગડો, મોબાઇલ નંગ-6 કી.રૂ.16,500, રોકડા રૂપીયા 9000, જુદા જુદા ડોકટરના નામ વાળી ચીઠ્ઠીઓ, ડમી ચુટણી કાર્ડ, બેંકના કાર્ડ નંગ-2, થેલો નંગ-1 અને પાકીટ નંગ-1 મળી કુલ રૂપીયા 25,500ના મુદામાલ સાથે ત્રણેયને ઝડપી લીધા હતા. આ સફળ કામગીરી એસઓજી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ કે.આર.કેસરિયા, એએસઆઇ રણજીતભાઇ બાવળા, હેડ કોન્સ્ટેબલ રસિકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઈ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, પોલીસ કોન્સ્ટેબલ સતિષભાઈ ગરચર, આસિફભાઇ રાઉમાં, ભાવેશભાઈ મિયાત્રા, કમલેશભાઈ ખાંભલા, અંકુરભાઈ ચાચુ અને અશ્વિનભાઈ વીરાભાઇ લોખીલ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
વાંકાનેર BSNL ના નામે ડોકટરો સાથે ફ્રોડ કરવા આવેલ પરપ્રાંતિય ચિટરોને ઝડપી લેતી પોલીસ.
જાન્યુઆરી 08, 2023
વાંકાનેર શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલના બે તબીબોને બીએસએનએલના કર્મચારીઓની સારવાર માટે જે ટેન્ડરો થકી ઓફિસિયલી પ્રક્રિયા કરવામાં આવેછે તેવીજ રીતે સેમ ટુ સેમ જાલી કાગડો ઉભા કરી કરોડો રૂપિયાનું ટેન્ડર અપાવી દેવાના બદલામાં રૂ. 22 લાખનું કમિશન લેવા આવેલ બીએસએનએલ રાજકોટના જનરલ મેનેજરના નામે ખોટી ઓળખ ઊભી કરનાર સહિતની પરપ્રાંતીય ત્રિપુટીને જનરલ મેનેજર તેમજ ડોક્ટરોની સમય સુચક્તાને કારણે મોરબી એસઓજી ટીમેને મોટી સફળતા મળી.
Tags