ભુજ ના માડવિના ના પીપરીમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

Machhu news morbi
ભુજ : માંડવી તાલુકાના પીપરી ગામે થયેલી ૧.૬૫ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો હતો. ખેતમજુરી કરતા ફરિયાદી દીપકભાઈ દેવજીભાઈ સંઘાર ઘરના દરવાજાને તાળું લગાવી કામ પર ગયા હતા એ દરમિયાન અજાણ્યા ચોર ઇસમે ઘરના દરવાજાનો તાળું ખોલી ૧.૬૫ લાખના દાગીનાની ચોરી કરી હતી. જેથી કોડાયના ઈન્ચાર્જ પીઆઇ એ.જે.ચૌહાણના માર્ગદર્શનમાં હેડ.કોન્સ દિલીપસિંહ સિંધવ અને વિપુલ ભાઇ પરમારને બાતમી મળી કે,પીપરી ગામમાં ચોરી ફરીયાદીના કોટુંબિક ભાઇ પ્રદિપ ઉર્ફે પરેશ હીરાલાલ સંગારે કરી છે.જેથી બાતમીના આધારે બિદડા ખાતેથી આરોપીને ઝડપી લેવાયો હતો. આરોપીએ દાગીના ચોરી કરીને બિદડા મધ્યે આવેલ આઈઆઈએફએલ ગોલ્ડ લોન ફાઇનાન્સ લિ.માં જમા કરાવી લોન લીધી છે.જેથી ગોલ્ડ લોન વાળા પાસેથી સોનાના દાગીના કબ્જે કરી આરોપીની ધરપકડ કરી ૨.૨૦ લાખનો મુદામાલ રિકવર કરવામાં આવ્યો હતો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !