વાંકાનેર : માં ઈંગ્લીશ દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર રાજસ્થાની યુવાન ઝડપાયો.

Machhu news morbi
વાંકાનેર : તાલુકા પોલીસમાં વિદેશી દારૂના અપરાધમાં બે વર્ષથી ફરાર રાજસ્થાની ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.મોરબી એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક મોકલનાર આરોપી મુકેશ સોહનલાલ જયાની રહે મલસીસર રાજસ્થાન વાળો રાજસ્થાન રતનપુર બોર્ડર થઈને નડિયાદ વડોદરા એક્ષપ્રેસ વે તરફ ટ્રક લઈને આવતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમ એલર્ટ થઇ હતી અને વોચ ગોઠવતા આરોપી મુકેશ સોહનલાલ જયાની (ઉ.વ.૨૬) રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સોપવા તજવીજ હાથ ધરી છે.જે કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ કે જે ચૌહાણ, પીએસઆઈ એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તેમજ પેરોલ ફર્લો સ્કવોડ અને ટેકનીકલ ટીમનો સ્ટાફ જોડાયેલ હતો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !