મોરબી : માં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા 4 શખ્સોની ધરપકડ.

Machhu news morbi
મોરબી શહેરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા બે યુવાનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ મની લેન્ડર્સ એક્ટ મુજબ ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી છે.મોરબી શહેરમાં ઊંચા વ્યાજે નાણા ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસને મળેલી સુચના મુજબ મોરબીમાં ફરિયાદી મિલનભાઈ જયંતીભાઈ અગોલા અને રૂપેશભાઈ હરજીભાઈ રાણીપાએ અલગ અલગ બે ફરિયાદ નોંધાવી હતી જેમાં ચાર ઈસમો વ્યાજે રૂપિયા લીધા બાદ પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશન કરતા હોય જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી.જેમાં આરોપી વિશાલ બચુભાઈ ગોગરા રહે કોયલી તા. મોરબી વાળાને ઝડપી લીધો હતો જયારે અન્ય ફરિયાદમાં સંડોવાયેલ ત્રણ આરોપી પ્રવીણ નવઘણ ગરચર, મનીષ ઉર્ફે દેવશી જીવણ રગીયા રહે બંને ખાનપર મોરબી અને જગદીશ ઉર્ફે સુરેશ લખમણ સવસેટા રહે ખાખરાળા તા. મોરબી એમ ત્રણ આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !