વાંકાનેર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ...આ મતદાર યાદી માટે ૨૭ જાન્યુઆરી સુધી દાવા-વાંધા રજૂ કરી શકાશે.

Machhu news morbi

માહિતી બ્યુરો,મોરબી

મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. દ્વારા તેમની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ મતદાર યાદી (૧) પ્રાંત કચેરી, તાલુકા સેવા સદન, બીજો માળ, રાજકોટ રોડ, વાંકાનેર, (૨) જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, શોભેશ્વર રોડ, મોરબી, (૩) શ્રી વાંકાનેર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની કચેરી, દાણાપીઠ, વાંકાનેર ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ મતદારયાદી અન્વયે દાવા-વાંધાઓ ૨૭/૦૧/૨૦૨૩ સુધીમાં વાંકાનેર પ્રાંત કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. જે દાવા-વાંધાઓનો વાંકાનેર પ્રાંત કચેરી ખાતે ૦૩/૦૨/૨૦૨૩ સુધીમાં નિકાલ કરવામાં આવશે.

આ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધી  ૦૬/૦૨/૨૦૨૩ ના રોજ (૧) પ્રાંત કચેરી, તાલુકા સેવા સદન, બીજો માળ, રાજકોટ રોડ, વાંકાનેર, (૨) જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, શોભેશ્વર રોડ, મોરબી, (૩) શ્રી વાંકાનેર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની કચેરી, દાણાપીઠ, વાંકાનેર ખાતે કરવામાં આવનાર છે તેવું ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી વાંકાનેરની યાદીમાં જણાવાયું છે.

  

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !