સીટી એ ડિવિઝન પોલીસે અકરમ, એજાજને પકડી પાડ્યા : દારૂ આપનાર ઋષિરાજસિંહ ફરાર
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે નાની બજારમાં આવેલ બુઢાબાવાની શેરીના ખંઢેર મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 66 બોટલ સાથે બે શખ્સને ઝડપી પાડી દારૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સનું નામ ખોલાવી ત્રણ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરની નાની બજારમાં આવેલ બુઢાબાવાની શેરીના ખંઢેર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસ ટીમના ચકુભાઈ કરોતરા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન આરોપી અકરમ મહેબૂબભાઈ શાહમદાર અને એજાજ મહેબૂબભાઈ ચાનીયા નામના આરોપી રોયલ ચેલેન્જની 30 બોટલ, ઓલસીઝન ગોલ્ડન કલેક્શનની 18 બોટલ તેમજ મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 18 બોટલ સહિત કુલ 66 બોટલ કિંમત રૂપિયા 30,750 સાથે ઝડપાઇ ગયા હતા.