PHC ઢુવા ખાતે સફળ રક્તદાન કેમ્પ યોજાયો: ૪૩ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલ હતું
આજરોજ તા. ૦૮/૧૦/૨૦૨૬:
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ઢુવા ખાતે સફળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સરોજબેન વાઘજીભાઈ ડાંગરેચા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઈન્દ્રનીલજીતસિંહ ઝાલા, ગામના અગ્રણી શ્રી ધરમશીભાઈ તેમજ અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ રક્તદાન કેમ્પ દરમિયાન કુલ ૪૩ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન માટે ગ્રામજનો તથા રક્તદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
કેમ્પને સફળ બનાવવા માટે PHC ઢુવાના મેડિકલ ઓફિસર ડૉ. આશિષ સવસાણી સાહેબ, આયુષ MO ડૉ. મનસુખ બોચિયા, MPHS શ્રી જયેશભાઈ FHS, નિર્મળાબેન તેમજ તમામ CHO, MPHW, FHW ભાઈઓ-બહેનો અને આશા બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે ડૉ. આશિષ સવસાણી સાહેબે રક્તદાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે,
“રક્તદાન એ જ મહાદાન છે.”
તેમણે જણાવ્યું હતું કે, આપણા દ્વારા કરવામાં આવેલ એક યુનિટ રક્તદાન કોઈ દર્દી માટે જીવનદાન સાબિત થઈ શકે છે. લોકોએ વધુને વધુ રક્તદાન કરવા પ્રેરણા મળે તે માટે PHCના ડૉક્ટર, MPHS, CHO, MPHW, FHW, Driver તેમજ સ્ટાફ દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર રક્તદાન કેમ્પને સફળ બનાવવા બદલ PHC ઢુવાના મેડિકલ ઓફિસર ડૉ. આશિષ સવસાણી દ્વારા તમામ રક્તદાતાઓ, આરોગ્યકર્મીઓ તથા સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



