મોરબી પોલીસમાં બદલીનો ધમધમાટ 10 અધિકારીઓની આંતરીક બદલી કરાઈ.
મોરબી: મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર મહત્વની બદલી-નિમણૂક કરવામાં આવી છે. પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા જાહેર કરાયેલા હુકમ મુજબ જિલ્લામાં ફરજ બજાવતા 10 પોલીસ અધિકારીઓની હાલની જગ્યાએથી બદલી કરી નવી જવાબદારી સોંપવામાં આવી છે.
હુકમ મુજબ એસ.પી. જાડેજાને એલ.આઇ.બી મોરબીથી એલસીબી મોરબીમાં જ જવાબદારી સોંપવામાં આવી છે. વી.એસ. સિંધવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનથી માળિયા (મી.) પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.
આર.એસ. પટેલને માળિયા (મી.) પોલીસ સ્ટેશનથી એલઆઈબી મોરબી, જ્યારે કે.કે. દરબારને લીવ રિઝર્વ મોરબીથી હળવદ પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત આર.ટી. વ્યાસની હળવદ પોલીસ સ્ટેશનથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે, એચ.વી.ઘેલાની મહિલા પોલીસ સ્ટેશનથી ટ્રાફિક શાખા મોરબી ખાતે તથા ડી.વી.ખરાડીની ટ્રાફિક શાખાથી I.U.C.A.W. મોરબી ખાતે બદલી કરવામાં આવી છે. એમ.બી. મિસ્ત્રીને I.U.C.A.W. મોરબીથી મહિલા પોલીસ સ્ટેશન, જે.એસ.ગામિતને A.H.T.U. મોરબીથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન તથા પી.આર. સોલંકીને લીવ રિઝર્વ મોરબી (વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન)થી A.H.T.U. મોરબી ખાતે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
બદલી-નિમણૂક પામેલા તમામ પોલીસ અધિકારીઓને તાત્કાલિક છૂટા થઈ નવી ફરજ પર હાજર થવા તથા હાજરી અંગે જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

