વાંકાનેર તાલુકા પોલીસે ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

Machhu news morbi

 વાંકાનેર તાલુકા પોલીસે ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો


મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ નજીક રોડ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન દેવરાજભાઈ મનજીભાઈ ચૌહાણ (રહે. ચરાડવા, તા. હળવદ, જિ. મોરબી) પોતાના કબ્જાવાળા હીરો સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજી. નં. GJ-36-AN-1746) પર ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો લઈ જતો હોવાનું જણાયું હતું.

પોલીસે તપાસ કરતાં આરોપી પાસેથી અંદાજે ૧ કિલો ૯૫૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી આ માદક પદાર્થ વેચાણ કરવાના ઇરાદે લઈ જતો હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી) તથા 20(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !