વિષય: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ઢુવા વિસ્તારમાં જુન માસ મેલેરીયા વિરોધી માસ ની ઉજવણી
ચોમાસાની ઋતુ પૂર્વે મેલેરીયા ના ફેલાવાને અટકાવવા અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવા માટે મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકરી શ્રી ડો.પવન કુમાર શ્રીવાસ્તવ સાહેબ ની સૂચના મુજબ અને મોરબી જિલ્લાના DMO ડૉ વીપુલ કારોલિયા તેમજ THO ડૉ.આરીફ શેરશીયા અને પ્રા.આ.કેન્દ્ર-ઢુવા ના મેડીકલ ઓફિસર ડો. આશિષકુમાર સવસાણી આયુષ મેડીકલ ઓફિસર ડો મનસુખ પી બોચિયા ના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી ના વિસ્તારમાં શીબીર નું આયોજન કરેલ, આશીબીર થકી આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ – મેલેરીયા દૂર ભગાવીએ.રવિવાર એટલે ડ્રાય ડે, મેલેરીયા સામે લડવાનો સાચો ડે.મચ્છર મુક્ત ઘર, ઘરની આસપાસ પાણી ન ભરાવા દેવાની છે નેમ, મેલેરીયા ને દેશમાંથી કાઢવો છે,મચ્છરોનો નાશ કરવો છે,તમારો સહકાર, મેલેરીયા પર પ્રહાર, ભરાયેલા પાણીમાં મચ્છર ના થાય, તેની તકેદારી રાખવી, રોગ મુક્ત જીવન,જાગૃત નાગરિકની એક જ ઓળખ, ચાલો, આપણે સૌ સાથે મળીને મેલેરીયા મુક્ત સમાજનું નિર્માણ કરીએ.

