માળિયામાં ફાયરિંગ કરી 1 વ્યક્તિ આધેડની હત્યા 6 સામે ફરિયાદ નોંધાઈ

Machhu news morbi

 માળિયામાં ફાયરિંગ કરી 1 વ્યક્તિ આધેડની હત્યા  6 સામે ફરિયાદ નોંધાઈ

ધંધાકીય અદાવતના ખારથી કારમાં આવી કરાયું ફાયરિંગ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

માળિયા મિયાણા શહેરમાં ગઈકાલે સાંજના સુમારે જૂના બસ સ્ટેન્ડ નજીક એક ચોંકાવનારી અને લોહીયાળ ઘટના સામે આવી છે. છેલ્લા બે વર્ષથી ચાલી આવતી ધંધાકીય મનદુઃખ અને અદાવતના કારણે એક આધેડ પર કારમાં આવેલા શખ્સોએ બંદૂક વડે અંધાધૂંધ ફાયરિંગ કરી કરપીણ હત્યા નીપજાવતા છ શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયા મીયાણામા જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા સાઇનાબેન હૈદરભાઈ મોવર (ઉ.વ.૨૬) એ આરોપી ઈલિયાસ મુસાભાઈ મોવર, તથા શફિર મુસાભાઈ મોવર તથા ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતિ મરણ હૈદરભાઈ સુમારભાઈ મોવરને છેલ્લા બે વર્ષથી આરોપીઓ સાથે ધંધા બાબતે મનદુખ ચાલતુ હોય જેનો ખાર રાખી આરોપીઓ શીફ્ટ જેવી કાળા કલરની ગાડીમાં આવી આરોપી શફિર એ બંદુક જેવુ પ્રાણધાતક હથીયાર ધારણ કરી મારી નાખવાના ઇરાદે આવી આરોપીએ ફાયરીંગ કરી ફરીયાદીના પતિ હૈદરભાઇ ને માથા તથા ગળા તથા છાતી તથા પેટના ભાગે સરીરે ગંભીર ઇજા પહોંચાડી મોત(ખૂન) નિપજાવ્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !