ડીઝલ અછત મુદ્દે મોરબી સિરામિક ઉદ્યોગની ચિંતા : પ્રમુખ મનોજ એરવાડિયાની જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત
મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા દ્વારા નવનિયુક્ત જિલ્લા કલેક્ટર સ્વપ્નીલ ખેરે સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન હાલ સર્જાયેલી ડીઝલની અછતને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડનારી સંભવિત અસર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદન તેમજ પરિવહન કામગીરી પ્રભાવિત ન થાય અને ઉદ્યોગોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવા જિલ્લા તંત્ર સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ઉદ્યોગોને સતત પુરવઠો મળી રહે અને ઉત્પાદન પ્રક્રિયા યથાવત રહે તે માટે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
