વિષય: ૧૬ મે "રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ" ની ઉજવણી: સમુદાયની ભાગીદારીથી ડેન્ગ્યુને મ્હાત આપવા તંત્ર સજ્જ
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દર વર્ષે ૧૬ મે ના રોજ "રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ દિવસની થીમ “Community Participation Dengue Control: Check, Clean and Cover” એટલે કે “સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ: પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ” રાખવામાં આવી છે.
ચોમાસાની ઋતુ પૂર્વે ડેન્ગ્યુના ફેલાવાને અટકાવવા અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવા માટે મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકરી શ્રી ડો.પવન કુમાર શ્રીવાસ્તવ સાહેબ ની સૂચના મુજબ અને THO ડૉ.આરીફ શેરશીયા અને પ્રા.આ.કેન્દ્ર-ઢુવા ના મેડીકલ ઓફિસર ડો. આશિષકુમાર સવસાણી આયુષ મેડીકલ ઓફિસર ડો મનસુખ પી બોચિયા ના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી કક્ષાએ ગુરુશીબીર આયોજન કરેલ, આશીબીર થકી આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ – ડેન્ગ્યુને દૂર ભગાવીએ.રવિવાર એટલે ડ્રાય ડે, ડેન્ગ્યુ સામે લડવાનો સાચો ડે.મચ્છર મુક્ત ઘર, ઘરની આસપાસ પાણી ન ભરાવા દેવાની છે નેમ, ડેન્ગ્યુને દેશમાંથી કાઢવો છે,મચ્છરોનો નાશ કરવો છે,તમારો સહકાર, ડેન્ગ્યુ પર પ્રહાર, ભરાયેલા પાણીમાં મચ્છર ના થાય, તેની તકેદારી રાખવી, રોગ મુક્ત જીવન,જાગૃત નાગરિકની એક જ ઓળખ, ચાલો, આપણે સૌ સાથે મળીને ડેન્ગ્યુ મુક્ત સમાજનું નિર્માણ કરીએ.



